Intrest Free Home Loan

 :-હોમ લોનમાં ભરેલું વ્યાજ પાછું મેળવવાની રીત:-

                  મારા મિત્ર યોગેશને નવું ઘર લેવું છેઅને તેના માટે હોમ લોન અને વ્યાજની ગણતરી કરી તો  મુદ્દલ જેટલું  વ્યાજ ચૂકવવાનું થાય છેતેથી તેણે વ્યાજ વગરની લોન લેવા લેવા માટે તેણે  નીચે મુજબની રીતે રોકાણ કરવાનું છે કે જેથી તેની હોમ લોન વ્યાજ મુક્ત થઈ જશે.

                યોગેશને જેવી ચિંતા છે તેવીજ ચિંતા ઘણા વ્યક્તિઑને પણ થતી હોઈ છેઆજના મોર્ડન જમાનામાં તેના ઘણા મોર્ડન ઉપાયો પણ છેહાલના સમયમાં રોકાણ માટેના ઘણાજ વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે વિકલ્પોના કારણે આપણી હોમ લોનના વ્યાજની રીકવરી આપણે કરી શકીએ છે.

                ઘર લેવા માટે સૌથી મોટી મુંઝવણ ઘરના ડાઉન-પેમેન્ટની હોઈ છે,ધારો કે યોગેશને ૫૦  લાખનું ઘર લેવાનું છે તો તેને  દસ  લાખની આજુબાજુ ની રકમ ડાઉન-પેમેન્ટ માટે ભરવી પડે રકમ ભેગી કરવા માટે તેણે ટાર્ગેટ બેઝડ રોકાણ કરવું પડે.

                  કોઈ વ્યક્તિની ઉમર ત્રીસ વર્ષ છે તથા તેની માસીક આવક ૫૦ (પચાસહજાર છે,તે ઘર લેવા માટે અત્યારથી  બચત શરૂ કરીને દર મહિને ૧૦દસહજાર રકમનું સિસ્ટેમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા માર્કેટમાં રોકાણ કરેછે અને  તેની સામે તેને ૧૫ ના દરેથી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે તો પાંચ વર્ષના અંતમાં તેની પાસે અંદાજે સાડા નવ લાખ જેટલી રકમ ડાઉન-પેમેન્ટ માટે ઉપલબ્ધ  હશે.

હોમ લોનની ગણતરી

              મોટાભાગની બેન્કો તથા હોઉસીંગ ફાઈનાન્સ કંપનીઑ હોમ લોનની ચુકવણી માટે  હપ્તાના  E.M.I ની જાણકારી આપે છે તેના પરથી આપણને લાગે છે કે આપણે ઘર ખરીદવામાટે હોમ લોનનો હપ્તો માસિક ભરી શકીશું તેમ સમજીને લોન લેતા હોઈ  છેઆપણે હોમ લોનના  વ્યાજ દર વીસે  કે લોન નો સમય ગાળા વિષે તો જાણીએ છે પણ હોમ લોનના મુદલ રકમ જેટલુજ કે તેના કરતાં પણ વધારે વ્યાજ આપણને ચુક્વવું પડેછે તે જાણીને પણ નજરઅંદાજ કરીએ છે.

                    એક વ્યક્તિ  ૪૦  લાખની લોન ૨૦(વીસવર્ષના સમય ગાળામાટે  ના વ્યાજ દરે લે છે તણા માટે તેને માસિક અંદાજીત  છત્રીસ હજાર નો હપ્તો ભરવો પડે છે અને ૨૦ વર્ષના અંતે કુલ  છયાંસી  લાખ જેટલી રકમ બેન્કને વ્યાજ સહિત ચૂકવે છેહોમ લોનની રકમમાંથી મુદ્દલ બાદ કરીએ તો આ વ્યક્તિને  અંદાજીત છેતાળીસ લાખ જેટલું વ્યાજ ચુક્વવું પડે છે જે મૂળ મુદલ કરતાં પણ ઘણું  વધારે છે.

 

લોનની રકમ

૪૦.૦૦ લાખ

વ્યાજદર

૯%

 માસિક હપ્તો

૩૬,૦૦૦/-

લોનનો સમયગાળો

૨૦ વર્ષ

ચૂકવવા પાત્રવ્યાજ

૪૬.૩૭ લાખ

મુદ્દલ + વ્યાજ

૮૬.૩૭ લાખ

 

                           વ્યાજ પાછું મેળવવાની રીત

             તમે લોન લેશો એટલે બેન્કને વ્યાજ ચુકવવુંજ પડશે,તમારે તમારી હોમ લોનની રકમના ૦.૧૦ % જેટલી  રકમ નું દર મહિને SIP( ) મારફતે મ્યુચલ ફંડમાં રોકાણ કરશોતો તમને તમે ભરેલા વ્યાજની રકમ પાછી મળી શકશે અને તમારી લોન વ્યાજ વગરની થઈ જશે.

              ધારો કે તમે  ૪૦ લાખની લોનલો છોતો આ રકમના ૧% રકમ ચાર  હજાર (૪૦૦૦) જેટલી રકમનું મ્યુચલ ફંડમાં ૨૦ વર્ષ માટે કરશો તો વીસ વર્ષના અંતે તમને પચાસ લાખ  જેટલી રકમ મળી શકશે. આ રકમ હોમ લોનના વ્યાજ કરતાં પણ વધારે હશે.

 

હોમ લોનની રકમ

૪૦.૦૦ લાખ

સમયગાળો

૨૦.૦૦ વર્ષ

વ્યાજ

૪૩.૩૭ લાખ  

SIP ની રકમ( લોનના ૦.૧૦%))

૪,૦૦૦.૦૦

કુલ રોકાણ( ૨૦ વર્ષ માટે)

૯.૬૦ લાખ

રોકાણ તથા સંભવિત વળતર

૫૯.૮૮ લાખ

રોકાણ બાદ કર્યાબાદ મળતું સંભવિત રિટર્ન

૫૦.૨૮ લાખ

 (અંદાજીત ગણતરી)

Comments